તિરંગા યાત્રામાં સહભાગિતા

આજરોજ ગુજરાત સરકાર પ્રેરિત, મામલતદાર ઉમરેઠ આયોજિત, તિરંગા યાત્રા 2024 નું ઉમરેઠ નગરમાં ભવ્ય આયોજન થયું હતું. એમાં નગરની અન્ય માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અન્ય સરકારી અને સહકારી સંસ્થાઓ, નગર પાલિકા, ઉમરેઠ, તાલુકા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને નગર જનોની સાથે ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ( બોયઝ હાઈસ્કૂલ ) પણ જોડાઈ હતી. 

શાળાના એન.એસ.એસ. વિભાગના 50 સ્વયં સેવકો સહિત લગભગ 300 ઉપરાંત વિધાર્થીઓ અને 30 જેટલાં સ્ટાફ સભ્યો અને શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર સહિત સૌએ આનંદ, ઉત્સાહ અને ઉમળકાથી ભાગ લીધો હતો. 

આ તિરંગા યાત્રામાં જોડાનાર સૌના મોં પર દેશ પ્રેમ છલકાતો જોવાં મળ્યો હતો. યાત્રાને અંતે જોડાનાર સૌનો આયોજકોએ આભાર માનતાં ભારતના માં સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર યાત્રા દરમિયાન ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના વિધાર્થીઓની શિસ્ત અને દેશ ભકિત પ્રદર્શનના સૌએ ભરપૂર વખાણ કર્યા હતાં.

































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...