રક્ષાબંધનની ઉજવણી
આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિદલય, ઉમરેઠની બે બ્રહ્માકુમારી શ્રી ઉષાબેન તથા શ્રી ભાવનાબેન દ્વારા વિધાર્થીઓને રક્ષાબંધન એ સ્નેહનું પર્વ છે એમ સમજાવ્યાં બાદ સ્ટાફના તમામ ભાઈ બહેનો ને પારંપારિક રીતે ॐ શાંતિના નાદ સાથે રક્ષાબંધન કરવામાં આવ્યું હતું.
બન્ને બ્રહ્માકુમારી બહેનો ના શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર અને ઘનશ્યામભાઈ રાણા દ્વારા સ્વાગત કર્યા બાદ વિધાર્થીઓને રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જયાબેન અને મેઘાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ફોટોગ્રાફી શ્રી કમલેશભાઈ બી. ગાંવિતે તથા આભારવિધિ સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ. પટેલિયા દ્વારા કરવામાં આવી હતી.









Comments
Post a Comment