સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...
આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન, ઉમરેઠ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના નેજાં હેઠળ કાર્યરત છે એના ઉમરેઠ શહેરના સંયોજક શ્રી વિનયભાઈ ભટ્ટના નિમંત્રણથી તથા શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે 11 મી સપ્ટેમ્બરે યોજાતાં દિગ્વિજય દિવસ નિમિત્તે "યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી" વિષય પર એક વ્યાખ્યાન યોજાઈ ગયું. આ વ્યાખ્યાન આણંદ નિવાસી શ્રી મહેશભાઈ બી. શર્મા, એમ.સી. એમ.એડ.શ, 35 વર્ષની શૈક્ષણિક સેવાઓ, પહેલાં શિક્ષક, તરીકે પછી શિક્ષણાધિકારી, અને છેલ્લે ક્લાસ વન ડેપ્યુટી ડાયરેક્ટર, (જી આઈ ઈ ટી) ગુજરાત રાજ્ય શૈક્ષણિક ટેકનોલોજી, ભવનમાંથી નિવૃત્ત, અને હાલ બી એ પી એસની ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત તેમજ સારા વક્તા, લેખક એવા મહાનુભાવે એમની આગવી અને પ્રભાવક શૈલીમાં રજૂ કરીને સૌ વિધાર્થીઓને પ્રેરણાભિમુખ કરી દીધાં હતાં. એમનાં વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદજી ના શિકાગોની ધર્મ પરિષદના પ્રસંગની યાદ અપાવીને વિધાર્થીઓને નીડર, બુદ્ધિશાળી અને તેજસ્વી બનવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખશ્રી
Comments
Post a Comment