Posts

એક દિવસીય Industrial Visit નો કાર્યક્રમ ...

Image
          ઉમરેઠની પ્રતિષ્ઠિત અને પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન (બોયઝ્ હાઈસ્કૂલ ) ના સનિષ્ઠ  અને કાર્યશીલ શિક્ષકો શ્રી ડી .એસ.રોહીત ના પ્રેરણા અને આયોજન અને શ્રી પી. આર. રાવલના  સંપર્ક અને મહેનત તથા શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારની મંજૂરીને પ્રતાપે શાળાના ધોરણ ૧૧  અને ધોરણ ૧૨ ના ૪૦ જેટલાં વિદ્યાર્થીઓને  વિઠ્ઠલ ઉદ્યોગનગરની ૭૦ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત કંપની જોવાનો લ્હાવો મળ્યો.           જી, હા ...શાળાના એક દિવસીય Industrial Visit ના કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૦.૧ .૨૦૨૦ ના રોજ  આ શક્ય બન્યું. વિઠ્ઠલ ઉદ્યોગનગરની ૭૦ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત કંપની ગુજરાત મશીનરી  કે જે ટુંકમાં GMM તરીકે ઓળખાય છે, તેના માનવ સંપર્ક અધિકારી શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબની મંજુરી અને સુચના મુજબ ઇજનેરશ્રી અનિરુધ્ધ પરમારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનિ ટીમને લગભગ દોઢ કલાક સુધી કંપનીના અલગ અલગ પ્લાન્ટમાં ક્રમબદ્ધ રીતે ફેરવીને સુચના, માર્ગદર્શન, પ્રત્યક્ષ નિર્દર્શન અને છેલ્લે પ્રશ્નોતરી દ્વારા કંપની  અને કંપનીના કાર્ય, ઉત્પાદન, કાર્યશૈલી ,...

અનોખી પરીક્ષા...

‘બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી. ‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી. ‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’ અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો. ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.  આ વર્ષે પરીક્ષાનો વિષય હતો.. ‘મારી ...

જવાહર નવોદય વીધ્યાલય પ્રવેશ પરીક્ષા-2020

Image
ઉમરેઠની પ્રતિષ્ઠિત અને પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન (બોયઝ્ હાઈસ્કૂલ ) ખાતે કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલયની સીધી દેખરેખ અને નાણાકીય સહાયથી સમગ્ર દેશના દરેક જીલ્લામાં ચાલતી જવાહર નવોદય વિધ્યાલયો પૈકીની આણંદ જીલ્લાનું ગૌરવ ધરાવતી જવાહર નવોદય વિધ્યાલય,ભાદરણમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવવા માટેની એક જાહેર પરીક્ષા તારીખ 11.1.2020 ના રોજ યોજાઈ ગઈ. ધોરણ-6 ની માત્ર 80 સીટ માટે સમગ્ર જીલ્લામાંથી 4500 કરતાં પણ વધારે વિધ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકીના ફાળવાયેલ 226 વિધ્યાર્થીઓમાંથી 199 વિધ્યાર્થીઓએ ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન,ઉમરેઠ ખાતે ઉપસ્થિત રહી શાંતિ અને સલામતીપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપીને JNVમાં પ્રવેશ માટે પોતાનો હક પ્રદર્શિત કર્યો હતો. આ પરીક્ષાના જીલ્લા કો-ઓર્ડીનેટર અને JNV,ભાદરણના પ્રિન્સીપાલ શ્રી મુનિરામૈયાહ અને આણંદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી જી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પરીક્ષામાં, આ કેન્દ્ પર જિ.શિ.અધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષકશ્રી હેમંતભાઈ કાછીયાએ CLO તરીકે અને આચાર્યશ્રી જે.આઈ.પરમારે Centre Supritendent તરીકે ફરજ બજાવી હતી.અત્યંત અટપ...