Posts

Showing posts from May, 2020

શ્રી ભાઈજીભાઈ જી.વાઘેલાની સેવા નિવૃતિ...

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ, ઉમરેઠમાં છેલ્લાં 30 વર્ષથી સિનીયર ક્લાર્ક તરીકે સેવા આપતાં શ્રી ભાઈજીભાઈ જી. વાઘેલા સરકારી નિયમ મુજબ તારીખ 31.5.20 ના રોજ વય નિવૃત થાય છે. એમણે કરેલી સેવાની કદર રૂપે આજ રોજ તારીખ 30.5.20 ને શનિવારે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠની ટ્રસ્ટ વતી શાળાના આચાર્યશ્રી જે. આઈ. પરમાર , શાળાના ઑફિસ સુપ્રિટેન્ડન્ટશ્રી મગનભાઈ પટેલિયા,  કોમ્પ્યુટર શિક્ષકશ્રી હાર્દિકભાઈ કાછીયા, સેવક ભાઈઓ શ્રી હીરાભાઈ ચૌહાણ  અને શ્રી કિરીટભાઈ ગોહિલે અનૌપચારિક રીતે 30 વર્ષની નોકરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમનું નિવૃત જીવન સુખમય બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.      શ્રી ભાઈજીભાઈ તારીખ 16.10.1990માં આ સંસ્થામાં  સેવક તરીકે જોડાયા હતાં. બાદમાં તારીખ 4.2.2003ના રોજ જુનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવીને આજ સુધી તેમની સેવાઓ ચાલુ રાખી હતી.તેઓ સ્વભાવે ખૂબ જ નિખાલસ, પ્રામાણિક, મિલનસાર અને કામગરા માણસ હતાં.      એમના પ્રત્યુતરમાં શ્રી ભાઈજીભાઈએ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ટ્રસ્ટ અને ટ્રસ્ટના ...

ગ્રામિણ રહેણી-કરણીના ખાસ શબ્દો...

● દોરી - કપડાં સૂકવવા કે કશું બાંધવા માટે ● જાળી - ભમરડો ફેરવવા માટે ● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ ● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું ● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું ● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી ● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી ● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી ● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને      સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી. ● ડામણ - દામણ: ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે      ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે      દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ      અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે. ● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન ● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી *આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા.ત.* ● શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોર...

રજાઓમાં આ પણ શીખવી શકાય...

આ વર્ષે આમ જુઓ તો લૉક ડાઉનને લીધે સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકો ની એક સર્વાંગ કેળવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની પ્રવૃત્તિ વડીલો અને જાણકારો ની મદદ થી કરાવી બાળકો તેમજ મોટાઓ ને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમ થી અલગ રીતે સમય પસાર થાય. (1) બાળકો ને ચોપડી નું પૂંઠું ચડાવતા શીખવાડો (2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો (3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો (4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન  નો ઉપયોગ કરતા શીખવાડો (5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો (6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો (7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો (8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો (9) પોત...

12 સાયન્સ ( માર્ચ-2020 ) નું ઝળહળતું પરિણામ......

Image
     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ ( એચ.એસ.સી. સાયન્સ વિભાગ )નું ઓનલાઇન પરિણામ આજરોજ તારીખ 17.5.2020 ના રોજ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આપણી શાળા ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનુ ઝળહળતું પરિણામ જોવા મળ્યું હતું. શાળામાંથી કુલ 16 વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. જેમાંથી 12 વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 75 % જાહેર થયું હતું.       પરિણામની જાણ થતાં જ ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઇ દવે અને સેક્રેટરીશ્રી રશ્મિકાંત શાહે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો વતી શાળાના સુંદર પરિણામ બદલ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. તેમણે ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.       બાદમાં આચાર્યશ્રી સહિત ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રોએ પણ આ પરિણામને વધાવી લીધું હતું. ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને આચાર્યશ્રી જે.આઈ.પરમાર, ભુતપૂર્વ ઇન ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ, શાળાના ઓફિસ સુપ્રીટેંડેંટ શ્રી મ...