ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત...
*કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે*
- *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય*
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો છે
રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ૧પમી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.૧પમી મે એ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે
એટલું જ નહિ, ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું
શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે
આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.
હવે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ શ્રી ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.
કોર કમિટિની આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, શ્રી એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
••• 2 •••
*ગુજરાતના ધોરણ 10ના 13.5 લાખ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન, ધો.12 ની પરીક્ષા માટે 15 મીએ નિર્ણય*
મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.
ફન....😊😄🤣
1.
કાલ રાત્રે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં છોકરાં ભેગા થઈને
કોરોનાની જય બોલાવતા હતાં......!!!
આજે સવારે જાણ્યું કે આ કોણ હતા તો ખબર પડી એ બધાય 10 માં ધોરણ ના વિદ્યાર્થી હતા....
😊😊😊
2.
સૌને 100% પરિણામ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન...
😄🤣😀
3.
આજે અમારી પડોશમાં રહેતા બેન પાંચ પેંડા આપવા આવ્યા. અમે પૂછ્યું શેનો હરખ છે?
તો કહે - ભગવાન હજરાહજૂર છે એની વધુ એક સાબિતી થઈ તેના...
મે કહ્યું - સમજણ ના પડી !🤔
ત્યારે બોલી - મારા ચિન્ટુને શિક્ષકે ખિજાઈને કહેલું કે ઉપરથી ભગવાન આવે તોય તું દસમામાં પાસ નહીં થાય.
સાહેબ ખોટા પડ્યા એની ખુશાલી ના છે...!!!
😎😜😍😎😜
4.
માસ પ્રમોશન ની ઘાતક અસર...
10 માં વાળા એ મેસેજ કર્યો "God blast you" ! (બ્લાસ્ટ)
ખરેખર લખવાનું હતું...."God bless you !!!"
😂😂😂😂😂
5.
દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જનાર એક છોકરાએ વુહાન લેબમાં ફોન કરીને પૂછ્યું કે... " હજુ બે વર્ષ લંબાવાના હોવ તો હું ૧૧ મા માં સાયન્સ રાખી લઉં ? ???"
🤣🤣
6.
*ઇતિહાસમાં*
પહેલીવાર જ...
*ભૂગોળની*
પરીક્ષા રદ્દ થઈ...
અને તે પણ
સૂક્ષ્મ *જીવશાસ્ત્ર* ને લીધે😀
આની અસર
*સમાજશાસ્ત્ર* ઉપર થઇ.
એના કારણે બધાનું
*અર્થ શાસ્ત્ર* વિખેરાઈ જવાને કારણે.....
ઘણા બધાનુ
*માનસ શાસ્ત્ર* બગડી ગયુ છે,
અને હવે *નીતિ શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી ..
કારણ કે બધાનું આવક -જાવકનું
*ગણિત શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું..
જે સુધારવા માટે સરકારે પણ
*રસાયણ શાસ્ત્ર નો* 🍻🍺🥃
છૂટથી ઉપયોગ કરાવ્યો...
પણ તોય પ્રજાનું *ભૌતિક શાસ્ત્ર* ના સુધર્યું તે ના જ સુધર્યું,
હવે
ક્યારે આ સુધરે તે માટે *જયોતિષ શાસ્ત્ર* ઉથલાવ્યું...
અને અંતે હવે આપણે સૌ *ધર્મ શાસ્ત્ર* ના સહારે છીએ...
😇
ગરબડ...🤔🤔🤔
ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ થતાં બોર્ડને કેટલા કરોડનો ફટકો વાગશે તે જાણીને ચોંકી જશો.
સરકારે ગુરૂવારે એકાએક ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની બીજી લહેરમાં અતિ સંક્રમણ થતાં કોરોનોના કેસો તથા મૃત્યુઆંક વધતાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. આ માહોલમાં પરીક્ષાઓ લેવી શક્ય નથી તેથી કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી હતી. ગુજરાત સરકારે કોઈ નિર્ણય ના લેતાં ગુજરાતમાં શું થશે એ અંગે અવઢવ હતી.
અંતે ગુરૂવારે ગુજરાત સરકારે પણ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં દર વર્ષે નિયમિત રીતે માર્ચ મહિનામાં લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂફ રાખીને 10 મેથી લેવાની જાહેરાત કરાઈ હતી પણ કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતાં સરકારે 10 મેથી લેવનારી પરીક્ષા પણ મોકૂ રાખી દીધી હતી.
દરમિયાન સરકારે ગુરૂવારે એકાએક ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ હવે પરીક્ષા જ નહી આપવી પડે અને સીધા ધોરણ 11માં જતા રહેશે.
બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવી રહ્યું છે ત્યારે બોર્ડને તેના કારણે કરોડોનો ફટકો પડશે. ધોરણ 10માં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફી નથી લેવાતી. તેમને બાદ કરતા સામાન્ય કેટેગરીમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 345 રૂપિયા લેખે પરીક્ષા ફી લેવાઈ છે. આ તમામ વિદ્યાર્થીને પરીક્ષા પાછી આપવી પડે તો બોર્ડે 14 કરોડ રૂપિયા જેટલી ફીની ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત પરીક્ષા માટે બોર્ડે કરેલો ખર્ચ પણ માથે પડશે એ જોતાં બોર્ડને કરોડોનો ફટકો પડશે.
#માસપ્રમોશન
પ્રિન્ટ મિડિયા...
માસ પ્રમોશન સંદર્ભે🔺પિરામીડ રચના...
ભૈ
'ઉડી
ઠેકડી
શિક્ષણની.!'
'ઓનલાઈન-
ભણ્યાં.!'.. 'પ્રમોશન
પાસ.!' 'વિના પરીક્ષા.!!'
- શૈલેષ ઓઝા, કડી🙏🏻🕉️🙏🏻











Comments
Post a Comment