Posts

Showing posts from July, 2021

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 % પરિણામ

ચાલુ સાલે કોરોના મહામારીના ભય અંતર્ગત માર્ચ 2021 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવી કે ના લેવી એવી લાંબી ગડમથલ બાદ આખરે બોર્ડ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ પરીક્ષા માટે ફોર્મ ભરનાર તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું. બાદમાં આ અંગે બોર્ડ દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણો મુજબ આવા તમામ વિદ્યાર્થીઓનું પરિણામ ગાઈડ લાઈન અને નીતિનિયમો મુજબ તૈયાર કરવા માટે શાળાઓને આદેશ કરવામાં આવ્યો હતો.માસ પ્રમોશનમાં ધોરણ 10, 11 અને ધોરણ 12 ની પરીક્ષાઓમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસ ને આધારે ધોરણ 12ના પરિણામ તૈયાર થયાં હતાં. બાદમાં તારીખ 17.7.2021 ના રોજ વિદ્યાર્થીઓને શાળા મારફતે પ્રોવિઝનલ માર્કશીટ આપ્યા બાદ આજરોજ શાળા મારફત અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. આમ શાળાનું પરિણામ 100 % આવ્યું હતું.કુલ 31 વિદ્યાર્થીઓમાંથી  ....એમના પરિણામનું પૃથક્કરણ નીચે મુજબ છે. માસ પ્રમોશન ઉપરાંત કોરોના મહામારી હોવા છતાં આ પરિણામમાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામની ટકાવારી ઊંચી જોવાં મળે હતી.ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ વતી  ચેરમેનશ...

વર્ષ 2021-22માં પ્રથમ વાર ખૂલશે શાળા...

Image
માર્ચ 2020 થી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને લીધે ગુજરાતની તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે. નવા 2021-2022 ના શૈક્ષણિક વર્ષમાં પણ આ મહામારીને લીધે પ્રત્યક્ષ અને ઑફ લાઈન   શિક્ષણ બંધ હતું.પરંતુ હાલમાં કોરોનામાં રાહત જણાતાં સરકારશ્રીના નીચે મુજબના નિર્ણય અનુસાર શાળાઓ ફરી ચાલુ કરવાનો આદેશ થતાં આપણી શાળા પણ સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવશે.  *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય* ***** *રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે* ***** *50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે* ***** *શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે* ***** *રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે*.  *મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થા...

સેકન્ડ વેવ પછી શાળા શરૂ કરવા અંગે...

Image
કપછી  

ધોરણ 10માં ગણિતમાં બે પ્રકારના પ્રશ્નપત્રો આવશે...

 *ધોરણ - ૧૦ માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્ન પેપર બાબતના મુખ્ય બિંદુઓ* * આ અમલ આ વર્ષ ૨૦૨૧-૨૨ થી જ થશે. એટલે કે માર્ચ, ૨૦૨૨ માં ગણિતના બે પ્રકારના પ્રશ્ન પેપર આવશે.  * ધોરણ ૧૦ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે.  * શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ. * વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં *સ્ટાન્ડર્ડ ગણિત* અથવા *બેઝિક ગણિત* એમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. * બંનેના પ્રશ્ન પત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. જેમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર મુજબ ગુણભાર તેમજ હેતુઓ મુજબ ગુણભાર અલગ અલગ હશે. (જે ટુંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થઈ જાણ કરવામાં આવશે) * ધોરણ ૧૦ માં *સ્ટાન્ડર્ડ ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. * ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવી શકશે નહીં. * ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* માં પાસ થનાર વિદ્યાર્થી ધોરણ ૧૧, માં વિજ્ઞાન પ્રવાહ માં જવા માગતો હોય તો તેને જુલાઈ ની પૂરક પરીક્ષા *સ્ટાન્ડર્ડ ગણિત* ની પરીક્ષા પાસ કરી ...

નિદાન કસોટી અંગેની જાહેરાત...

Image
     આથી શાળાના ધોરણ 9,10 અને 12 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ સાલે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા એક નિદાન કસોટીનું આયોજન કરેલ છે. આ કસોટી તારીખ 10.7.21 થી તારીખ 12.7.21 દરમ્યાન લેવાશે. આ માટેનું સમય પત્રક આ સાથે સામેલ છે. આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓએ આપવી ફરજીયાત છે.આ કસોટીના ગુણ અમારે ઓનલાઈન સબમીટ કરવાના હોઈ, આ પરીક્ષા નક્કી કરેલાં દિવસે આપવી ફરજીયાત રહેશે.આમાં કશી બેદરકારી કે અનિયમિતા ચાલશે નહીં.      આ પરીક્ષા તમારે એક સપ્લીમેન્ટરીમાં આપવાની રહેશે.અને જે તે સપ્લીમેન્ટરી નિયત સમયમાં શાળામાં મોકલી આપવાની રહેશે.આ પરીક્ષા અંગેની સઘળી જવાબદારી તમામ વિદ્યાર્થીઓની રહેશે.