પરિણામ પછીની પૃષ્ટિકા...


ખૂબ અગત્યનો મેસેજ..સહેજ લાંબો છે પણ દરેક વિદ્યાર્થી, parents અને Education સાથે સંકળાયેલા દરેકને માટે ખૂબ critical છે. ધ્યાનથી વાંચો અને સમજો.                            મિત્રો...

આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલીક અગત્યની બાબતો જણાઈ આવી છે.

👉 છેલ્લા 10 વર્ષમાં સૌથી ઝડપથી જાહેર કરવામાં આવેલું પરિણામ.

👉 છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછામાં ઓછું પરિણામ.

👉 કોવીડ 19 માં માસ પ્રમોશન આપેલ હતું તે સીધી ધોરણ 12 ની જ બોર્ડ પરીક્ષા આપનાર બેચ.

 👉1,10,042 ઉપસ્થિત ઉમેદવારો પૈકી 38,063 નાપાસ થયા.

👉 A ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગ્રુપ માં ઉપસ્થિત 40,352 પૈકી

11,217 વિદ્યાર્થીઓ નાપાસ થયા, પરિણામ  72.27%.

👉 B ગ્રુપ એટલે કે બાયોલોજી ગ્રુપ માં ઉપસ્થિત 69,820 પૈકી  26,834 વિદ્યાર્થીઓ નાપાસ થયા,પરિણામ 61.71%

👉 પ્રથમ વાર એવું બન્યું કે A ગ્રુપ કરતા B ગ્રુપ નું પરિણામ 10.56 % જેટલું ઓછું આવ્યું.

👉38,063 નાપાસ વિદ્યાર્થીઓ પૈકી,

❌ એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 490.

❌ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 9,401.

❌️ ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 17,902.

❌️ ચાર વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 7925.

❌️ પાંચ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 2032.


 🔶 *આટલા બધા નબળા પરિણામ માટેના જવાબદાર કારણો*

1. વિદ્યાર્થી અને વાલીઓ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમથી વિમુખ થઈ રહ્યા છે. દેખાદેખીમાં સ્કૂલોનું મહત્વ ખૂબ ઘટાડી દેવામાં આવ્યું છે.

2. મોટાપાયે કોમ્પિટીટીવ એક્ઝામ જેવી કે JEE અને NEET નું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા દીકરીને ડોક્ટર બનાવાય ઈચ્છે છે અથવા IIT માં જ પ્રવેશ મેળવવા ની ઈચ્છા ધરાવે છે.

3. જે તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને MCQ ની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે.

4. હોશિયાર વિદ્યાર્થી પણ ભાષા અને કોમ્પ્યુટર તથા પ્રેક્ટીકલ જેવા વિષયને નજર અંદાજ કરે છે જેથી જેથી આ વર્ષે માત્ર 61 જેટલા વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ સાથે અને 1523 વિદ્યાર્થીઓ જ A2 ગ્રેડ એટલે કે ૮૦%કરતાં વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે.

5. JEE અને NEET જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 બંનેનો હોવાથી આ પરીક્ષાઓની ચિંતામાં ધોરણ 12 ના અભ્યાસક્રમ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી.

6.JEE અને NEET પરીક્ષાની તૈયારી કરાવતા નેશનલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને કેટલાક લોકલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એ કલ સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકો સાથે મળીને Dummy school નું કલ્ચર ઊભું કર્યું છે, આ વિદ્યાર્થી શાળાએ જતો જ નથી અને તેને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.

7. પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને પાયાથી તૈયારી કરાવવાના બદલે મોટા મોટા સપના બતાવી મસ્ મોટી ફીઓ વસૂલીને આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પરિણામ બાદ છૂટી પડે છે અને વિદ્યાર્થી અને વાલી નો ઘાટ બાવાના બેઉ બગડ્યા જેવો થાય છે.

8. જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે  યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી.

9.JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી ક્યારેય બોર્ડના ભોગે ન જ થાય. ધોરણ 12 ની બોર્ડની માર્કશીટ આજીવન અગત્યની છે, એટલી સાદી વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકતા નથી.

10. IAS/IPS તૈયારી કરનાર વિદ્યાર્થી તલાટી કે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પાસ ન કરી શકે એ આશ્ચર્યજનક ન કહેવાય? એવી જ હાલત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની થઈ છે.

10. કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી બોર્ડની સાથે હોય તેના ભોગે નહીં, એ ઝડપથી સમજવું જ રહ્યું.

11. તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવા જ સર્જાયેલ નથી, વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા અન્ય વિષયો પર અને પ્યોર સાયન્સમાં પણ ખૂબ સારી કેરિયર બનાવી શકાય છે, તે બાબત પણ ધ્યાને લેવી જોઈએ.

અંતે...

 *એક વિદ્યાર્થી તેના જીવનકાળનો જાગ્રત અવસ્થામાં સૌથી વધુ સમય જ્યાં પસાર કરે છે તે સ્થળ એ તેની સ્કૂલ છે અને તે ક્યારેય Dummy ન હોઈ શકે.



Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...

ઓછા પરિણામ બાબતે ચિંતન...