નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિષે...
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના • વિજ્ઞાન પ્રવાહની શળાઓએ શાળા કક્ષાએ કરવાની થતી તૈયારી અંગેની વિગત. - શાળા કક્ષાએ ઉપરોક્ત યોજના સંદર્ભે વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવી. જેમાં વિદ્યાર્થીનો આધારકાર્ડ, વિદ્યાર્થીની માતાનો આધારકાર્ડ, આવકનો દાખલો વગેરેની નકલ તથા જરૂરી આધાર મેળવવા. - વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલ પર કરવાની રહેશે. - વિદ્યાર્થીની માતાનાં બેંક ખાતાની વિગત મેળવવી અને જો માતા હયાત ના હોય તો માતાના મરણના દાખલાની નકલ લેવી અને વિદ્યાર્થીના પોતાના બેંક ખાતાની વિગત મેળવવી. • અભ્યાસ અને પ્રવેશની શાળા : ધોરણ- ૧૦ બોર્ડ પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ. ( ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSHSEB) અથવા કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી શકે.) • યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ? રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમા...