Posts

"સ્પીક મેકે" દ્ધારા ભરત નાટ્યમ્ ....

Image
          ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ) તથા ધી ગર્લ્સ ઇન્સ્ટિટ્યુશન, ઉમરેઠ શાળાના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે બંને શાળાના આચાર્યશ્રીઓ અનુક્રમે શ્રી જયંતીભાઈ આઈ. પરમાર તથા શ્રીમતી ગીતાબેન કે. પરમાર અને બંને શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓંની ઉપસ્થિતિમાં ભારતીય શાસ્રીય સંગીત, નૃત્યકલા અને સંસ્કૃતિથી વિધ્યાર્થીઓ પરિચિત બને, એ તરફ આકર્ષાય અને એ અંગેના મૂલ્ય કેળવાય તેવા હેતુથી “સ્પીક મેક” નામની એન.જી.ઓ. દ્ધારા એક ભરત નાટ્યમ્ નૃત્ય પ્રદર્શન અને તાલીમનો અદભૂત પ્રોગ્રામ યોજાઈ ગયો.           શ્રીમતી ગીતાબેને સૌનું અભિવાદન કર્યું બાદમાં "સ્પીક મેકે" ના નૃત્યકારશ્રી મીરાશ્રી નારાયણે અદભુત અને કલાત્મક રીતે ભરત નાટ્યમ્  રજુ કરીને હાજર સૌના દિલ મોહી લીધા હતાં. તેઓશ્રીએ હાસ્ય-શૃંગાર રસ સહિત વિદ્યાર્થી બહેનોએ શાસ્ત્રીય નૃત્ય તેના વિવિધ પાસા તથા નવરસ અંગે રસપ્રદ માહિતી નિદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા આપી હતી. વિદ્યાર્થીઓંને ભારતીય શાસ્ત્...

શાળાનું પ્રતિજ્ઞાપત્ર

Image
-: પ્રતિજ્ઞા પત્ર  :- જ્યુબિલી મારી શાળા છે. બધા જ્યુબિલીયન્સ્ મારા ભાઈ-બહેન છે.  બધા શિક્ષકો મારા માતા-પિતા સમાન છે. હું મારી શાળાને ચાહું છું. મને મારી શાળા પ્રત્યે માન અને ગૌરવ છે.  અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો અને પ્રણાલિકાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક અને ગૌરવશાળી વિધ્યાર્થી બનવાનો પ્રયત્ન કરીશ. હું મારા સહાધ્યાયી મિત્રો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું શાળાના તમામ નિયમોને દિલથી પાળીશ. હું મારી શાળા અને દરેક જ્યુબિલીયનને મારી નિષ્ઠા અર્પુ છું. મારી શાળાની પ્રગતિ અને સમૃદ્ધિમાં જ મારૂ સુખ રહેલું છે. જય જ્યુબિલી. સર્જન અને રજૂઆત : - આચાર્યશ્રી જે.આઈ.પરમાર

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન...

Image
          આજ રોજ થામણા પ્રાથમિક શાળા મુકામે એસ. વી.એસ. ઉમરેઠ તથા બી.આર.સી. ઉમરેઠ નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯/ ૨૦ નું સફળ આયોજન શ્રી ગૌરાંગભાઈ પટેલ એસ.વી.એસ. કન્વીનર (આચાર્યશ્રી કે. સી.પટેલ હાઈસ્કૂલ,થામણા), શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ બી.આર.સી.-ઉમરેઠ, શ્રી પી.એમ.પરમાર(કેળવણી નિરીક્ષક-જિ.શિ.ની કચેરી)આણંદ તથા શ્રી વિરાગભાઈ ગરાલા lecturer DIET ANAND ના માર્ગદર્શન હેઠળ થામણા પ્રાથમિક શાળામાં તથા થામણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મા કરવામાં આવ્યો હતો. ગ્રામજનો તથા અધિકારીઓ અને ત્રણેય સંસ્થા ના કર્મચારીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો.જેમાં પ્રાથમિક ની ૫૫ તથા માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક ની ૩૮ કૃતિઓ રજૂ થઈ હતી.           જેમાં આપણી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂશનની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રવાહની એક એક એમ બે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રી ડી.જી.પટેલ અને શ્રી વી.બી.ભરવાડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ  બન્ને કૃતિઓએ આ પ્રદર્શનમાં ભારે આકર્ષણ જમાવ્યું  હતું. શાળાના વિજ્ઞાન પ્રવાહના વિધ્યાર્થીઓને આ પ્રદર્શનમાં લઈ જઈ...