Posts

એઈડ્સ અવેરનેસ પ્રોગ્રામ...

Image
         આજરોજ શાળામાં "ખેડા સોશ્યલ સર્વિસ સોસાયટી" ના પણસોરા એકમ અને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ) ઉમરેઠના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે સામાજિક જાગૃતિના ભાગ રૂપે ધોરણ 10, 11 અને ધોરણ 12 ના ભાઈઓ તથા બહેનો માટે એઈડ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિત સંસ્થાના શ્રીમતી ભાનુબેન તથા શ્રીમતી સુનિતાબેને તમામ વિદ્યાથીઓને તથા તમામ વિદ્યાર્થીનિઓને અલગ અલગ બેચમાં એમની આગવી શૈલીમાં એઈડ્સ રોગ અને એચ.આઈ વી.વાયરસની માહીતી આપીને એનાથી બચવાના ઉપાયો વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.અને તમામ વિદ્યાથીઓને વિષયને લગતાં જાણકારીદર્શક પેમ્પલેટ્સ પણ આપવામાં આવ્યાં હતાં.            શાળા તરફથી એમનો આવકાર અને સ્વાગત શ્રીમતી જયાબેન એન. પટેલ, શ્રી ડાહ્યાભાઈ એસ.રોહિત, શ્રી દિલીપભાઈ વી.પટેલ, શ્રી સિંધુભાઈ એમ.પટેલ અને આભાર વિધિ શ્રી વસંતભાઈ બી ભરવાડે કરી હતી.           શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ પરમાર અને એન. એસ. એસ. ઑફિસર શ્રી નયનભાઈ જાદવ દ્વારા સંસ્થા અને બેનોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ●●● બાદમાં આ ...

એકમ કસોટી 1 સપ્ટેમ્બર 2021

Image
સરકારશ્રીના આદેશ મુજબ ચાલુ મહિને આ વર્ષની પ્રથમ એકમ કસોટી શાળા કક્ષાએ લેવાની છે. જેનું સમય પત્રક આ સાથે નીચે સામેલ છે. દરેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ફરજીયાત આપવાની છે. આ કસોટી માટે નીચે મુજબ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 અને 10 ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ  ધોરણ 11 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ  ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ  ધોરણ 9 અને 10 સુધારેલ અભ્યાસક્રમ  સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ...  

જુલાઈ 21 ની પરીક્ષાઓ પછીના પરિપત્રો

Image
 ધોરણ 10 ગુણ ચકાસણી અને દફતર ચકાસણી 1.9.21 1                                              2 આઈ ટી આઈ અંતિમ સેમેસ્ટર ધો-12 અંગ્રેજી પરીક્ષા ધો-10 રીપીટર પરિણામ 25.8.21

યુવા મહોત્સવ સાહિત્ય વિભાગ નિયમો

Image
 

શિક્ષક દિન ઉજવણી...

Image
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ઉમરેઠ  સ્વયં શિક્ષક દિનની ઉજવણી તા.૦૯-૦૯-૨૦૨૧ ગુરુવાર              ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે  તા.૦૯-૦૯-૨૦૨૧ ને ગુરુવારના રોજ શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન ધ્વારા શાળાના શિક્ષિકા શ્રીમતી જયાબેન પટેલની રાહબારી હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહકાર અને મહેનતથી  શિક્ષક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક દિવસ માટે આચાર્ય, સુપરવાઈઝર્સ, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ બનીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબદારી સ્વીકારીને શાળાની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.               કાર્યક્રમની શરૂઆત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના પ્રાર્થના હોલમાં એક દિવસ માટે બનેલા આચાર્યએ બધી વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ધ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પ્રતિજ્ઞાપત્રનું વાંચન સુપરવાઈઝર કુ.રાજલબેન ધ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ એક દિવસ માટે બનેલા આચાર્ય તળપદા આઝાદે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ,અભ્યાસ,શ...