Posts

જીલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં સહભાગીતા

Image
     તારીખ 7.12.23 થી તારીખ 9.12.23 સુધી GCERT, ગાંધીનગર, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી - આણંદ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને વિજ્ઞાન પરિષદ, ગુજરાત રાજ્ય પ્રેરિત આણંદ જીલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો ( ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2024 ) જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે યોજાયો હતો. એમાં તાલુકા કક્ષાએ વિજેતા બનીને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની વિભાગ 1 - સ્વાસ્થ્ય અંતર્ગત "વૃક્ષ એક ઔષધ અનેક વિષય" પરની તાલુકા કક્ષાએ વિજેતા નીવડેલ કૃતિ સાથે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રી શિક્ષક સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બે વિધાર્થીઓ મન અને પ્રેમે ઉત્સાહ અને આશા સાથે ભાગ લીધો હતો.      આ પ્રદર્શનમાં કુલ 100 શાળાઓએ પોતાની કૃતિ સહિત ભાગ લીધો હતો. સંજોગોવસાત આ સ્પર્ધામાં શાળાની કૃતિ વિજેતા બની નહોતી. પણ શાળાને ભાગ લેવા બદલ બે પ્રમાણપત્રો, ટ્રોફી તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકને પ્રશસ્તિ પત્ર, ભાગલેનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો અને એક ગીફ્ટ સેટ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આમ આ પ્રદર્શનમાં શાળાની ભાગીદારી સંતોષકારક રહી હતી. ઉલ્લેખનીય છે કે આ કૃતિ એકદમ સરળ અને શ...

એક્ષીસ બેંક દ્વારા ચિત્ર સ્પર્ધા...

Image
એક્ષીસ બેંક દ્વારા દર વર્ષે એક ચિત્ર સ્પર્ધા "SPLASH" સ્પ્લેશનું આયોજન થાય છે. એનો હેતુ વિધાર્થીઓનું કૌશલ્ય વિકાસ પામે, એમને ઈનામોથી પ્રોત્સાહન મળે અને અમુક રકમ ઈનામ પેટે મળે.... https://axisbanksplash.in/ ઉપરોક્ત 👆 લિન્ક તમામ વિધાર્થીઓને મોકલી આપશો. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરશોજી. આ લિન્ક પર અડવાથી બેંકની વેબસાઈટ ખૂલશે.ત્યાં વિધાર્થીઓ મોબાઈલ નંબર વડે રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. લિન્ક ના ખૂલે તો એને કોપી કરીને ક્રોમ કે ગૂગલમાં પેસ્ટ કરશો તો ખુલશે. ગૂડ લક...👍💐

ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023-24 માં વિજેતા કૃતિ

Image
આજરોજ એસવીએસ કક્ષાએ કે.સી.પટેલ થામણા મુકામે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 - 24 માં અમારી શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનો પ્રથમ નંબર આવેલ છે.

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી...

Image
 

વિધાર્થીઓ માટે ગરબા...

આજરોજ જ્યુબિલી પટાંગણમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલના વિધાર્થીઓ માટે નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે સામૂહિક ગરબાનું આયોજન થયું હતું.

વિદાય સમારંભ - શ્રી ડી.એસ.રોહિત અને શ્રી એમ.યુ.પટેલ

આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રીની હાજરીમાં શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 35 વર્ષની દીર્ધકાલીન સેવા આપી વયનિવૃત થતાં શિક્ષક શ્રી ડી.એસ.રોહિત તથા શાળામાં માધ્યમિક વિભાગમાં 26 વર્ષની દીર્ધકાલીન સેવા આપીને વયનિવૃત થતાં શિક્ષક શ્રી એમ.યુ.પટેલનો વિદાય સમારંભ યોજાઈ ગયો.

ગરબા સન્માન...