Posts

બાળકો ( વિધ્યાર્થીઓ ) માટે જરૂરી

બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે .. ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો. તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે.. 50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.. ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું... એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે... કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...? ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે.... સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો... આજે બાળકોને બ...

ધોરણ 12 વાલી મીટીંગ...

Image
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠના સભાખંડમાં તારીખ 29.11.19 ના રોજ ધોરણ 12 બ કોમર્સના ઉત્સાહી અને પ્રયોગશીલ વર્ગ શિક્ષક શ્રી ડી.એસ.રોહિત દ્ધારા    ધોરણ 12 બ કોમર્સના વિધ્યાર્થીઓના વાલીઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મીટીંગની શરૂઆત સૌએ સામૂહિક શ્લોક ગાનથી કરી હતી. મીટીંગ આયોજનની પૂર્વભૂમિકા અને હેતુ શ્રી ડી.એસ.રોહિતે સમજાવ્યા હતા. 38 પૈકી ઉપસ્થિત 35 વાલીઓનું શાબ્દિક અને ફુલથી સ્વાગત શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કર્યું હતું અને બાદમાં શાળાના 100% પરિણામ માટે કટિબદ્ધ થવા સૌને આહવાન કર્યું હતું. એકાઉન્ટ, SPCC અને વાણિજ્ય વ્યવસ્થા જેવાં અઘરા વિષયો શીખવતાં પ્રેમાળ શિક્ષકશ્રી પંકજભાઈ આર.રાવલે વિષયોની કઠિનતા સામે તેમનું સરળીકરણ અને વિધ્યાર્થીઓએ કરવી પડતી મહેનત તેમ જ સરકારી કોલેજોમાં પ્રવેશ લેવાના ધ્યેય સાથે પાસ થવાની પ્રેરક વાતો એમના પ્રાંસગિક પ્રવચનમાં કરી હતી. અંતમાં શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે ઉપસ્થિત સૌ વાલીઓ અને વિધ્યાર્થીઓનો આજની મીટીંગમાં મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કરતાં વિધ્યાર્થીને ક્મળા છોડથી મોટું ઝાડ બનાવવામાં વાલી અને શિક...

ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર...

Image
          ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠના સભાખંડમાં તારીખ 28.11.19 ના રોજ આણંદની વી કેર ફાઉન્ડેશન, NGO દ્ધારા કો-ઑર્ડીનેટરશ્રી રૂબીનાબેન વહોરાની નિશ્રામાં ધોરણ-10 અને 12ના વિધ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું છેલ્લા બે તાસમાં આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે તાસમાં યોજાયેલ આ સેમિનારની શરૂઆત સૌએ સામૂહિક શ્લોક ગાનથી કરી હતી. શ્રી કમલેશભાઈ ગાંવિતે સેમિનારના આયોજક અને સંચાલિકા શ્રી રૂબીનાબેન વહોરાનો પરિચય આપ્યો હતો. બાદમાં શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે તેમનું શાબ્દિક તેમ જ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. શ્રી રૂબીનાબેને એમની આગવી શૈલીમાં, રસપ્રદ રીતે વિધ્યાર્થીઓને કેરીયર એટલે શું ? થી શરૂ કરીને ઉપલબ્ધ કેરીયરમાંથી કયું પસંદ કરવુ એની પાંચ મુદ્દાની ફોર્મ્યુલા બતાવી હતી. અંત્યત રસપ્રદ સેશન બાદ વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પણ બતાવ્યો હતો.           આ વર્ગોના વિષય શિક્ષકો સહિત ફ્રી હોય એ તમામ શિક્ષકો આયોજન અને વ્યવસ્થા માટે ઉપસ્થિત રહ્યા હતાં.એન્કરીંગ અને આજના કાર્યક્રમનો અહેવાલ શ્રી કમલેશભાઈ બી.ગાંવિતે તૈયાર કર્યો હતો...

પ્રેરણાદાયી વાતો-1 જીવનનું રહસ્ય...

તમે એકલા આવ્યા છો? ડૉક્ટરે પૂછયું. "સમજી ગયો, મારો બ્રેઈન રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, એ જે હોય તે તમે મને કહી શકો છો, મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું." ભાવેશે જવાબ આપ્યો. ભાવેશ મારો પડોશી હતો.બાજુની સોસાયટીમાં રહેતો હતો.પણ અમારી કમ્પાઉન્ડ વોલની દિવાલ એક જ. 'ભલે ત્યારે. તમને બ્રેઈન ટ્યૂમર છે. યોર ટ્યૂમર ઈઝ ઈનઓપરેબલ. સાંભળીને ભાવેશને આંચકો લાગ્યો. જિંદગીનાં કીમતી વર્ષો બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં. સારો સમય આવ્યો ત્યારે જ માઠા સમાચાર મળ્યા. 'ડોક્ટર, મારી પાસે કેટલાં વર્ષો છે?’ ડૉક્ટર: વર્ષો નહીં, માત્ર થોડાક મહિ‌ના જ બચ્યા છે. વધુમાં વધુ છ... ભાવેશ શાહ ભાંગી પડયા. હાથમાં રિપોર્ટ લઈ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવા લાયક ન હતી. કમાવાની લાયમાં ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. સંબંધો બધા પ્રોફેશનલ. સ્મિત પણ આલબમિયું. મનમાં હતું કે... એક વાર પચીસ-પચાસ કરોડ કમાઈ લઈશું પછી જિંદગીને સારી રીતે માણીશું. મહેફિલો જમાવીશું,...

પરિણામ દિવસ ...

Image
            પરિણામ આપણા પરિશ્રમનો આયનો છે .અને આપણા કરેલાં કાર્યોના  પરિણામ ની આપણને આશા અને ઉત્સુકતા રહે છે.દિવાળીવેકેશન પહેલાં  આપણી શાળામાં લેવાયેલી ધોરણ નવ થી બાર ની અર્ધ વાર્ષિક પરીક્ષા  એ વિદ્યાર્થીઓએ કરેલ પરિશ્રમ હતો . અને આ પરિશ્રમ ના પરિણામની એમની આશા અને ઉત્સુકતાનો અંત તારીખ ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ આવ્યો. આ દિવસે શાળામાં એમને એમની ઉત્તરવહીઓ બતાવવામાં આવી. સાથે સાથે તેમની ખામીઓ અને ઉણપો પ્રત્યે સભાન બનાવવાના આશયથી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આજ દિવસે ઐતિહાસિક કહી શકાય એ રીતે એક જ દિવસમાં શાળાના શિક્ષકોએ  પરિણામ બનાવીને બીજે દિવસે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું. પ્રસ્તુત છે કેટલીક ઝલક...... સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર