Posts

સંસ્કૃત

 Sanskrit Education: एतदपि जानीत---                     🔹वाहनों का संस्कृत में नाम 🔹 🚔गाड़ी                      शकटः , शकटिका  🚲साइकिल                 द्विचक्रिका  ✈️हवाई जहाज.       वायुयानम् /विमानम्  🛳जहाज                    पोतः , जलयानम् 🔹मिष्टान्नानां नामानि🔹 मोदकः.                     लड्ङू  रसगोलकम्                रसगुल्ला   दुग्धपूपिका                गुलाब जामुन  पिण्डः                       पेडा चक्रिका                     बर्फी संयावकम्          ...

ચાલો શબ્દો શીખીએ...

 🪁શબ્દભેદ – અર્થભેદ🪁 “।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ... 📚અબર – આકાશ                            📚અબાર – ઢગલો  📚અસમાન – અણસરખું                   📚આસમાન – આકાશ 📚આકર – પ્રમાણભૂત                       📚આકાર –આકૃતિ 📚ઉદર – પેટ                                    📚ઉદાર – દરિયાવ દિલનો 📚પરકાર – જાત                                  📚પરાકાર – કોટ, કિલ્લો 📚પરસાદ – કૃપા                                 📚પરાસાદ – મહેલ 📚હરમ – રાણીવાસ                          📚હરામ – અયો...

વાલીશ્રીને એક પત્ર...

Image
એક આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓનો વાલીને પત્ર.... પ્રતિ વાલીશ્રી, નમસ્કાર...🙏 આપ અને આપનું બાળક કુશળ હશો.       આપણું બાળક છેલ્લાં એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના નામના ભયાનક રોગની મહામારી અને એનાં બિહામણાં સ્વરૂપ અને ખોફથી બચવા છેલ્લા એક વર્ષથી શાળામાં આવી શક્યું નથી. અમે પણ મજબૂર અને લાચાર છીએ કે એને અમે વધારે સમય અમારી શાળામાં બોલાવી શક્યા નથી.અમારી શાળા આપના પંખીડાઓ વિના સુની પડી ગઈ છે. છેલ્લાં એક વર્ષથી અમે શાળામાં ફરજપરસ્ત હોવાથી જોખમો ખેડીને પણ આવીએ છીએ. શાળામાં અને શાળાના મેદાનમાં અમને એક એવાં હજારો બાળકોના અવાજનો ભાસ થયા કરે છે અને ઘણી વાર અમારું હ્રદય ભાંગી પડે છે. ઘણા શિક્ષકોની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે ! ઘણાંના હ્રદયમાં તમારા બાળકોને ન ભણાવી શકવાની વ્યથા છે. સવારથી સાંજ સુધી કલરવ કરતાં આ ફુલડાઓ ક્યાં સંતાઈ ગયા ? એવાં પ્રશ્નો અમને થયાં કરે છે. પણ કુદરતના આ કાળા કેર સામે અમે કાંઈ કરી શકીએ નહીં.      પણ વાલીશ્રી આપ ચિંતા ના કરતા. કોઈ વસ્તુ કાયમ નથી રહેતી. કાલ સવાર પડશે ને સોનાનો સૂરજ ફરી ઉગશે. ફરી આપણે સાથે મળી આ અદ્રશ્ય શત્રુને મ્હ...

ધોરણ 9 અને ધોરણ 11માં માસ પ્રમોશન...

Image
 *રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય... *રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે  રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે*.

ધોરણ 10 અને ધોરણ 12 નું શિક્ષણકાર્ય અને પરીક્ષા સ્થગિત

Image
 *રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે*. *રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે*. *આ  નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે*. *રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે  રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે*. .....

ધોરણ 10 ની શાળા કક્ષાએ લેવાની કોમ્પ્યુટર વિષયની પરીક્ષા મુલત્વી...

Image
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ 14.4.21 પરિપત્ર મુજબ ધોરણ 10 ની શાળા કક્ષાએ લેવાની થતી પરીક્ષા પૈકીની કોમ્પ્યુટર વિષયની આજ રોજ તારીખ 15.4.21 ના રાખેલી પરીક્ષા હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવે છે. હવેથી આ પરીક્ષા માટે બોર્ડમાંથી સૂચના મળ્યાં મુજબ નવી તારીખ જાહેર કરવામાં આવશે.  

સંઘર્ષથી સફળતા સુધી...વેબીનારમાં જોડાવા અપીલ...

 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈 *ખુશખબર . . . ખુશખબર . . .* SSC, HSC અને અભ્યાસ કરતાં વિદ્યાર્થી તેમજ વાલીઓને પરીક્ષાના ડર, ટેન્શન, ડીપ્રેશન અને ચિંતા દુર કરવા તેમજ પરીક્ષાને લગતી સમસ્યાઓના સમાધાન માટે . . . BAPS સ્વામીનારાયણ સંસ્થાના વિદ્વાન સંત, આંતરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર  *પૂજ્ય જ્ઞાનવત્સલસ્વામી* તારીખ 11.4.2021, રવિવારે રાત્રે 7.30 કલાકે  *“Success Through Struggle... સંઘર્ષથી સફળતા સુધી...“* લઈ જવા માર્ગદર્શન  Live Webinar દ્વારા આપશે. 👉 *વેબીનાર રજીસ્ટ્રેશન માટે :* www.mectv.org/register  👉 *વેબીનારમાં જોડાવા માટે :* www.mectv.org/live આ મેસેજ આપના સગાસ્નેહી, મિત્રમંડળ, શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરવા વિનંતી, તેમજ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ મેસેજ મોકલી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવે, તેના માટે પ્રયત્ન કરવા વિનંતી. 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈