Posts

શ્રી ભાઈજીભાઈ જી.વાઘેલાની સેવા નિવૃતિ...

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ, ઉમરેઠમાં છેલ્લાં 30 વર્ષથી સિનીયર ક્લાર્ક તરીકે સેવા આપતાં શ્રી ભાઈજીભાઈ જી. વાઘેલા સરકારી નિયમ મુજબ તારીખ 31.5.20 ના રોજ વય નિવૃત થાય છે. એમણે કરેલી સેવાની કદર રૂપે આજ રોજ તારીખ 30.5.20 ને શનિવારે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠની ટ્રસ્ટ વતી શાળાના આચાર્યશ્રી જે. આઈ. પરમાર , શાળાના ઑફિસ સુપ્રિટેન્ડન્ટશ્રી મગનભાઈ પટેલિયા,  કોમ્પ્યુટર શિક્ષકશ્રી હાર્દિકભાઈ કાછીયા, સેવક ભાઈઓ શ્રી હીરાભાઈ ચૌહાણ  અને શ્રી કિરીટભાઈ ગોહિલે અનૌપચારિક રીતે 30 વર્ષની નોકરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમનું નિવૃત જીવન સુખમય બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.      શ્રી ભાઈજીભાઈ તારીખ 16.10.1990માં આ સંસ્થામાં  સેવક તરીકે જોડાયા હતાં. બાદમાં તારીખ 4.2.2003ના રોજ જુનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવીને આજ સુધી તેમની સેવાઓ ચાલુ રાખી હતી.તેઓ સ્વભાવે ખૂબ જ નિખાલસ, પ્રામાણિક, મિલનસાર અને કામગરા માણસ હતાં.      એમના પ્રત્યુતરમાં શ્રી ભાઈજીભાઈએ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ટ્રસ્ટ અને ટ્રસ્ટના ...

ગ્રામિણ રહેણી-કરણીના ખાસ શબ્દો...

● દોરી - કપડાં સૂકવવા કે કશું બાંધવા માટે ● જાળી - ભમરડો ફેરવવા માટે ● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ ● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું ● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું ● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી ● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી ● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી ● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને      સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી. ● ડામણ - દામણ: ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે      ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે      દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ      અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે. ● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન ● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી *આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા.ત.* ● શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોર...

રજાઓમાં આ પણ શીખવી શકાય...

આ વર્ષે આમ જુઓ તો લૉક ડાઉનને લીધે સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકો ની એક સર્વાંગ કેળવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની પ્રવૃત્તિ વડીલો અને જાણકારો ની મદદ થી કરાવી બાળકો તેમજ મોટાઓ ને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમ થી અલગ રીતે સમય પસાર થાય. (1) બાળકો ને ચોપડી નું પૂંઠું ચડાવતા શીખવાડો (2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો (3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો (4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન  નો ઉપયોગ કરતા શીખવાડો (5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો (6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો (7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો (8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો (9) પોત...

12 સાયન્સ ( માર્ચ-2020 ) નું ઝળહળતું પરિણામ......

Image
     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ ( એચ.એસ.સી. સાયન્સ વિભાગ )નું ઓનલાઇન પરિણામ આજરોજ તારીખ 17.5.2020 ના રોજ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આપણી શાળા ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનુ ઝળહળતું પરિણામ જોવા મળ્યું હતું. શાળામાંથી કુલ 16 વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. જેમાંથી 12 વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 75 % જાહેર થયું હતું.       પરિણામની જાણ થતાં જ ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઇ દવે અને સેક્રેટરીશ્રી રશ્મિકાંત શાહે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો વતી શાળાના સુંદર પરિણામ બદલ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. તેમણે ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.       બાદમાં આચાર્યશ્રી સહિત ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રોએ પણ આ પરિણામને વધાવી લીધું હતું. ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને આચાર્યશ્રી જે.આઈ.પરમાર, ભુતપૂર્વ ઇન ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ, શાળાના ઓફિસ સુપ્રીટેંડેંટ શ્રી મ...
1. https://youtu.be/4SWCKRX4fy8 Std 12 Account Guj medium Bhagidari na hisabo Matruchhaya Kanya Vidyalay Bhuj 2. 🟣 *ધોરણ 9 થી 12 ની ઘર બેઠા તૈયારી માટે ખજાનો*🟢 🌐⇛STD- 9 થી12 all Subject  પ્રથમ અને પ્રિલીના  paper-2019 આટ્ર્સ અને કોમર્સ ના ⚫પેપર સોલ્યુશન-માર્ચ-2019 🟡⇛તમામ ધોરણ બ્લૂ-પ્રિન્ટ,રિજલ્ટ બનાવવા માટે સૉફ્ટવેર,નીચે લિન્ક ક્લિક કરો 🟢⇛ધોરણ 9થી 12 સાયન્સના નવા અભ્યાસક્રમ માસવાર માળખું બ્લૂ-પ્રિન્ટ 🔵⇛STD-9 & 10 Maths ગણિતના નવા કોર્ષના વિડિયો 🟣⇛ધોરણ-10 STD-10 AND 12 PAPER STYLE માસવાર માળખું બ્લૂ-પ્રિન્ટ ⚪STD-10 & 9 ALL ONLINE AND OFFLINE QUIZ-CLICK ME 🟤સામાજિક વિજ્ઞાનની રંગીન બુક-ધોરણ-10 NEW COURSE 🟠ધોરણ-10બોર્ડ પરીક્ષા સંપૂર્ણ વિડિયો પેપર-સોલ્યુશન-MARCH-2020 🔴રમતું ગમતું ગણિત ના વિડિયો ✅નીચેની લીંક ક્લીક કરો http://bit.ly/2wTz3IH-SSC-ALL-INFO 💖💖શેર કરો 💚તમારી એક ક્લિક કોઈને મદદ આપી શકે 🔵🟣🟢🟡🔴🟠 3. નમસ્કાર મિત્રો, આજે ધોરણ - 9 , વિજ્ઞાન, પ્રકરણ-1 આપણી આસપાસમાં દ્રવ્ય, પ્રવૃત્તિ 1.5 *પોટેશિયમ પરમેંગેનેટ દ્વારા દ્રવ...

કોરોના અંતર્ગત લૉક ડાઉન અંગે સંદેશો

      શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલી જોગ સંદેશો ધી જયુબિલી ઇન્સ્ટિટયુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત તમામ સંસ્થાઓના બાલ મંદિરથી માંડીને ધોરણ બાર સાયન્સ સુધીના શિક્ષકો, અન્ય કર્મચારીઓ, વિદ્યાર્થી  અને વાલીઓને  મારા નમસ્કાર. હું જયંતી પરમાર, ધી જયુબિલી ઇન્સ્ટિટયુશનના આચાર્ય તરીકેનું કાર્યભાર સંભાળું છું. આજે હું તમને આપણાં ટ્રસ્ટ વતી અને તમામ સંસ્થાઓ વતી એક અગત્યનો સંદેશો આપવા માગું છું . તારીખ ૨૧ મી માર્ચ પછી અચાનક આપણાં દેશ અને દુનિયાની હાલત બદલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોના નામના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. એનાં ભોગ આપણે સૌ બનેલાં છીએ. ગુજરાત સરકારશ્રી અને શિક્ષણ ખાતાના આદેશો અનુસાર અમારે પણ શાળામાં અચાનક રજાઓ આપી દેવી પડેલ છે. ભારત અને ગુજરાતમાં પણ આ રોગ ફેલાતો અટકે એ માટે અગમચેતીના ભાગ રૂપે સરકારે લોક ડાઉનની સ્થિતિ જાહેર થયેલ છે. સરકારશ્રીના આદેશોનું પાલન કરવું આપણી ફરજ બને છે. શરૂઆતના દિવસોમાં સરકારે ૩૧મી માર્ચ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જેને પગલે આપણી તમામ શાળાઓ ૩૧મી માર્ચ સુધી બંધ જ છે. આજે આ મુદત પૂરી થાય છે. ...

ધોરણ 10,12 માર્ચ 2020 મૂલ્યાંકન...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પાંચ માર્ચથી 21 માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની કામગીરી છેલ્લા દસ દિવસથી બંધ છે અને અગાઉ બોર્ડ દ્વારા 31મી માર્ચ સુધી મૂલ્યાંકન કામગીરી બંધ રાખવાના આદેશ બાદ વડાપ્રધાને 14મી એપ્રિલ સુધી સમગ્ર દેશ લોકડાઉન જાહેર કરતાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પણ 14 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી બંધ રહેતા પરિણામમાં વિલંબ થાય તેમ હોવાથી કેટલાક લોકોએ ઉત્તરવહી શિક્ષકોને ઘરે તપાસવા આપવાની માગ કરી હતી જેને લઇને ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન કે જે શાહે જણાવ્યું કે શિક્ષકોને ઉત્તરવહી તપાસવા આપવાનું શક્ય થાય તેમ નથી. શિક્ષકોને ઉત્તરવહી ઘરે તપાસવા ન આપી શકાય. હાલની માત્ર રાજ્યની અને દેશની જ નહીં પરંતુ કોરોનાવાયરસની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને વડાપ્રધાન દ્વારા પણ 14મી એપ્રિલ સુધી અપાયેલા લોકડાઉનને લઈને ઉત્તરવહી તપાસવાની કામગીરી પણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં હજારો શિક્ષકોને ઓર્ડર થતા હોય છે ત્યારે આવા સમયમાં શિક્ષકોને મૂલ્યાં...